Label ImageLoading...
સૌલભારત - SoulBharat | Rooted in Tradition: Driven by Innovation
સ્વાગત હોમ SoulBharat વિષે પરિવારને મળો અમારી સાથે જોડાવ ગુજરાતીમાં FAQs સંપર્ક
 English  |  हिन्दी 

સ્વાગત

નમસ્તે,

SoulBharat માં આપનું સ્વાગત છે!

સૌલભારત ઇ-કોમર્સ માર્કેટ થોડા સમયમાં ઓનલાઇન થઈ જશે.
સૌલભારત ઇ-કોમર્સ માર્કેટ થોડા સમયમાં ઓનલાઇન થઈ જશે.

SoulBharat (સૌલભારત) એ ભારતના ગ્રામ્ય અને આદિવાસી કલા પ્રત્યેના પ્રેમમાંથી જન્મેલો એક પ્રયાસ છે. અહીં દરેક ઉત્પાદક અને તેમનો ઉત્પાદ પોતાની વાત કહે છે, પરંપરાને જીવંત રાખે છે તેમજ તેને ભવિષ્ય તરફ દોરી જાય છે જે ગૌરવની સાથે સાથે આર્થીક અને સામાજીક ચોક્કસઈથી સભર છે. અમે ખેડૂતો, હસ્તકલાકારો અને ઘરેથી કામ કરતી મહિલાઓ સાથે મળીને કામ કરીશું - જેથી સ્થાનિક સમુદાયોને પોતાનું ગામ છોડ્યા વિના વિકાસની તક મળે. નૈતિકતા યુક્ત વેપાર અને અન્યોન્ય સહયોગની સાથે સાંસ્કૃતિક વારસાની જાણવાણી દ્વારા SoulBharat જમીનસ્તરના સર્જકો, ઉત્પાદકો અને વૈશ્વિક પરિવર્તન લાવનારા લોકો વચ્ચેના અંતરને દૂર કરવા ઈચ્છે છે.

આવો આ પ્રયાસનો ભાગ બનો, ચાલો મળીને ભારતના આત્માનો અને ઉત્પાદનનો ઉત્સવ મનાવીએ.

સોલભારત: લોકો દ્વારા લોકો માટે

ખેડૂત: આપણા ગ્રામ્ય અને આદિવાસી ખેડૂત ફક્ત પાક નહીં, પણ આશા પણ ઉગાડે છે. પ્રાચીન જ્ઞાન અને સતત સંભાળથી તેઓ જમીન અને સમુદાયોને પોષે છે. SoulBharat તેમના ઉત્પાદોને ગૌરવ અને ન્યાયસંગત કિંમતે દુનિયા સુધી પહોંચાડવા ઈચ્છે છે.

હસ્તકલાકાર: હસ્તકાળની દરેક વસ્તુ એક વાર્તા કહે છે. અમારા શિલ્પીઓ—પરંપરાના રક્ષક-વાંસ, દોરડા-દોરીઓ, માટી વિ. અને અંતરઆત્માના સહયોગથી સુંદરતા સર્જે છે. SoulBharat તેમની વારસાની મહત્તા લોકોને સમજાવી અને તેણે દેશના અને તમામ વિશ્વભરના કળાપ્રેમીઓ સુધી પહોંચાડવા ઈચ્છે છે.

ઘરેથી કામ કરતી મહિલાઓ: અનેક હસ્તનિર્મિત ઉત્પાદો પાછળ મહિલાઓની મહેનત છુપાયેલી હોય છે. આદિવાસી રસોઈથી લઈને ગામના આંગણાં સુધી, આ મહિલાઓ દૃઢતા અને ગૌરવથી જરૂરી નેતૃત્વ કરે છે. SoulBharat તેમના પ્રયાસોને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવા ઈચ્છે છે.

અમે, તમે અને બધા: સંપર્ક, સહયોગ અને જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો દ્વારા એવા સમુદાયનો ભાગ બનીએ જે ગ્રામ્ય અને આદિવાસી ભારતને સશક્ત બનાવે. તમે વ્યક્તિ હો કે સંસ્થા - તમારું યોગદાન ખેડૂતો, હસ્તકલાકારો અને મહિલાઓના વારસાને જીવંત રાખવામાં, તેમના કાર્યને પ્રોત્સાહન આપવા અને તેમના માટે અર્થપૂર્ણ વધારે રોજગારી અને વધારે આવક ઊભી કરવામાં મદદરૂપ બનશે.

SoulBharat: જ્યાં પરંપરા મળે છે પરિવર્તનને

SoulBharat એ એક જમીનસ્તરનો વિનમ્ર, દ્રઢ પ્રયાસ છે જે ભારતના ગ્રામ્ય અને આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા માટે અને તેમના પ્રામાણિક, હસ્તનિર્મિત અને સ્થાનિક ઉત્પાદોને વિશ્વ સુધી પહોંચાડવામાં મદદ કરવા ઈચ્છે છે. અમારું માનવું છે કે દરેક શિલ્પ, પાક અને રચના તેના સર્જકના આત્માને સમાવે છે. આ સમુદાયોને ટેકો આપવા પ્રયત્ન કરીને અમે વારસાને જીવંત રાખીએ છીએ, તેમના જીવનની સ્થિરતાને પ્રોત્સાહન આપીએ છીએ અને રોજગારીને મજબૂત બનાવીએ છીએ. કૃષિ-વન ઉત્પાદોથી લઈને આદિવાસી કલા સુધી, SoulBharat ફક્ત બજાર નહીં—પરંપરા અને પરિવર્તન વચ્ચેનો એક સેતુ છે.

વધુ જાણો →

Total Views: 12,847
Terms Of Use | Privacy Policy
Total Views: 12,847
Terms Of Use | Privacy Policy
©2025-2026 SoulBharat, All Right Reserved
Developed by Team Mitraa
©2025-2026 SoulBharat, All Right Reserved
Developed by Team Mitraa