Label ImageLoading...
અમારા વિષે | SoulBharat | Rooted in Tradition: Driven by Innovation
SoulBharat વિષે હોમ SoulBharat વિષે પરિવારને મળો અમારી સાથે જોડાવ ગુજરાતીમાં FAQs સંપર્ક
 English  |  हिन्दी 

અમારા વિષે

હોમ ❭❭ અમારા વિષે

SoulBharat: ગ્રામ્ય અને આદિવાસી ખેડૂતો, કલાકારો, શિલ્પીઓ અને ઉત્પાદકોને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડતો એક પુલ

ભારતની આત્મા તેના ગામો, જંગલો અને આદિવાસી વિસ્તારોમાં વસે છે-ત્યાંના કલાકારોના હાથોમાં જે વારસો તેણે જાળવે છે, ખેડૂતોમાં જે ધરતીને પોષે છે, અને સમુદાયોમાં જે પેઢી દર-પેઢી એ સંચિત કરેલ ડહાપણને સાચવે છે. SoulBharat એ આ આત્માને સન્માન આપવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે ગ્રામ્ય અને આદિવાસી ઉત્પાદકોને તેમની જમીન, સંસ્કૃતિ અને જીવનશૈલીથી દૂર કર્યા વિના સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડીએ.

અમારું ધ્યેય

SoulBharat ફક્ત એક વેપાર નથી પણ પરંપરા અને તકોને જોડતો એક પુલ છે. અમે ગ્રામ્ય અને આદિવાસી સમુદાયોને તેમના ઉત્પાદનોના મૂલ્ય, બજારની સમજ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ જેવા કૌશલ્યોથી સજ્જ કરવા સક્ષમ બનાવીશું જેથી તેઓ આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે વેચાણ કરી શકે. ડિજિટલ પ્લેટફોર્મ, ભૌતિક કેન્દ્રો અને સાંસ્કૃતિક સહયોગ દ્વારા, અમે તેમના કલા/કરીગરીની વસ્તુઓ, વન ઉત્પાદનો, કૃષિ પેદાશો અને અન્ય અનેક ઉત્પાદનોને દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં મદદ કરીશું જેથી તેઓ તેમની ઓળખને જાળવી રાખે અને છતા તેમના સ્થાયી વિકાસને પ્રોત્સાહન મળે.

અમારી પરિકલ્પના

અમે એક બદલાયેલ આત્મનિર્ભર પરિસ્થિતિની કલ્પના કરીએ છીએ જ્યાં ગ્રામ્ય અને આદિવાસી સમુદાયો આર્થિક રીતે સમૃદ્ધ બને, તેમની સામાજિક અને સાંસ્કૃતિક સંપતિ વિક્ષેપ વિના જળવાય રહે અને તેમને શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર કરવાની જરૂર ન પડે. અમે એવું ભવિષ્ય ઈચ્છીએ છીએ જ્યાં સ્થાનિક પરંપરાગત શિલ્પ, કલા, જ્ઞાન અને ઉત્પાદનોને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે માન્યતા, મૂલ્ય અને મહત્વ મળે.

અમે શું કરીએ છીએ

SoulBharat એક પરિવર્તનશીલ પહેલ છે જે:

ગ્રામ્ય અને આદિવાસી ઉત્પાદકોને ઉત્પાદન વિકાસ, પેકેજિંગ, કિંમતો નક્કી કરવી અને બજાર સંબંધિત કૌશલ્યમાં તાલીમ આપે છે. એક ઓનલાઇન બજાર અને મોબાઇલ એપ દ્વારા ડિજિટલ પુલ બનાવે છે, જ્યાં ઉત્પાદનો સુરક્ષિત રીતે પ્રદર્શિત કરાય અને વેચવામાં આવે. ગ્રાહકો સાથે સીધા જોડાણ માટે સુલભ બજારો બનાવે છે. તાલીમ, પરિવહન અને સંસાધન સહાય માટે સ્થાનિક કેન્દ્રો સ્થાપિત કરે છે. ડિજિટલ માર્કેટિંગ, SEO, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ઉત્પાદનોને લોકો સુધી પહોંચાડવા. સમુદાયની જરૂરિયાતોને સમજીને અને યોગ્ય ઉકેલો વિકસાવવા સ્વૈછિક સંસ્થાઓ સહયોગથી જરૂરતનો અંદાજ / આકલન કરે છે. હયાત વ્યવસ્થાઓ/સગવડોથી સંકલનમાં વેપારની પહોંચ/વિસ્તાર વધે, નવા રસ્તાઓ શોધાય, કાયમી થાય તેવી વ્યવસ્થા માટે પ્રયત્ન કરે છે. થાનિક ઉપયોગી, પર્યાવરણ, હિત રક્ષક બાબતોને પ્રોત્સાહન આપી, હયાત કલા/સાંસ્કૃતિક વારસાને જળવીને, જરૂરી તેવી નવી બાબતોની પહેલ કરે છે.

આ પહેલ શા માટે મહત્વપૂર્ણ છે

આ પહેલ વધુ સારા વેપાર અને કિંમતો માટે તો છે, સાથે જ ગૌરવ, ઓળખ અને કાયમીપણામાટે છે. સ્થાનિક લોકોને તેમના ઉત્પાદનોને સ્વતંત્ર રીતે વેચવા સક્ષમ બનાવીને, આવક વધારવા, ડિજિટલ સાક્ષરતા સુધારવા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો SoulBharat પ્રયત્ન કરે છે. ગ્રામ્ય જીવનને મહત્વ અને માન આપત શક્ય સૌને સમાવતો વિકાસ તરફનો પ્રયત્ન છે.

ભારતીય આત્મા રૂપી આવી બાબતોને ફરી-ફરી શોધવામાં અમારો સાથ આપો: આવો વિશ્વને બતાવીએ કે ભારતનો આત્મા તેના ગામડાઓ અને ત્યાંના ઉત્પાદનો કે જેમાં પરંપરાઓની વારંવાર ઉજવણી થાય છે.

Total Views: 12,856
Terms Of Use | Privacy Policy
Total Views: 12,856
Terms Of Use | Privacy Policy
©2025-2026 SoulBharat, All Right Reserved
Developed by Team Mitraa
©2025-2026 SoulBharat, All Right Reserved
Developed by Team Mitraa